સગાઈની સ્ટોરી પોસ્ટ કરીને Sara Tendulkarએ વ્યકત કરી ખુશી…
અહં… હેડિંગ વાંચીને તમે એવું વિચારી રહ્યા હોવ કે માસ્ટર બ્લાસ્ટર Sachin Tendulkarની લાડકવાયી દીકરી Sara Tendulkarએ ચૂપચાપ સગાઈ કરી લીધી છે તો એવું નથી. ચાલો તમને આખી વાત જણાવીએ. આ તો Sara Tendulkarના બે ખાસ મિત્રોએ સગાઈ કરી લીધી છે એટલે સારા તેંડુલકર એકદમ ખુશ થઈ ગઈ છે. ખુદ Sara Tendulkarએ આ સમાચાર ઈન્સ્ટાગ્રામ પર સ્ટોરી પોસ્ટ કરીને શેર કરીને ખુશી વ્યકત કરી હતી.
સારા તેંડુલકરે પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર પોતાના ફેન્ડ્સના ફોટો શેર કરીને લખ્યું હતું કે મારા બંને ગમતા ફ્રેન્ડ્સે સગાઈ કરી લીધી હતી. સારાએ પોતાના બંને મિત્રોને સગાઈ થતાં તેમને ઢગલો શુભેચ્છાઓ પાઠવી હતી અને પ્રેમ વરસાવ્યો હતો. જોકે સારાએ સગાઈ બાદ તેના આ મિત્રો ક્યારે લગ્ન કરશે તેની કોઈ ચોકકસ માહિતી શેર કરી નહોતી. આશા રાખીએ કે જ્યારે સારાના આ બે મિત્રો લગ્નની તારીખ જાહેર કરશે ત્યારે પણ આ જ રીતે સારા તેંડુલકર ફેન્સ સાથે એની ઈન્ફોર્મેશન પણ શેર કરશે.
સારા તેંડુલકરની પ્રોફેશનલ લાઈફની વાત કરીએ તો છેલ્લાં કેટલાય સમયથી ઘણી બધી બ્રાન્ડ એન્ડોર્સમેન્ટમાં વ્યસ્ત જોવા મળી હતી. જોકે, પોતાના આટલા બધા વ્યસ્ત શેડ્યુલ વચ્ચે પણ સારા તેંડુલકર સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ એક્ટિવ રહે છે અને તે અવારનવાર ફોટો અને વીડિયો પોસ્ટ કરતી રહે છે. સારાની પોસ્ટ પણ મિનિટોમાં વાઈરલ થઈ જતી હોય છે. સામે પક્ષે ફેન્સ પણ આતુરતાપૂર્વક Sara Tendulkarની પોસ્ટની રાહ જોતા હોય છે. મિત્રોની સગાઈના સમાચાર સિવાય સારા તેંડુલકરે ગઈકાલે Mother’s Day પર માતા Anjali Tendulkar સાથેના ફોટો પણ શેર કર્યા હતા.
પર્સનલ લાઈફમાં પણ સારા તેંડુલકરનું નામ ટીમ ઈન્ડિયાના ઓપનિંગ બેટ્સમેન Shubman Gill સાથે જોડાતું હોય છે. સારા પણ શુભમનને મેચ રમતો જોવા અને તેને સ્ટેડિયમમાં ચિયર અપ કરતી જોવા મળે છે.
જોકે, Sara અને Shubhman બંનેમાંથી કોઈ પણ આ સંબંધ વિશે ખૂલીને બોલવા માટે તૈયાર નથી. ફેન્સ એ દિવસની રાહ જોઈ રહ્યા હશે કે જ્યારે બંને જણ પોતાની આ રિલેશનશિપની ઓફિશિયલ એનાઉન્સમેન્ટ કરે…