રોજ સવારે ખાલી પેટ ખાવ આ મેજિકલ ડ્રાયફ્રુટ અને જુઓ મેજિક
ડ્રાયફ્રૂટ એ આરોગ્ય માટે ખૂબ જ આવશ્યક માનવામાં આવે છે, કારણ કે ડ્રાયફ્રૂટમાં પુષ્કળ પ્રમાણમાં પોષક તત્વો જોવા મળે છે. જોકે, ડ્રાયફ્રૂટ્સ મોંઘા હોવાને કારણે બધાને પોષાય એવી વસ્તુ નથી. પણ આજે અમે અહીં તમને એક એવા Magical Dryfruit વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે જેની કિંમત તો ખૂબ ઓછી છે પણ ફાયદામાં એ બધા ડ્રાયફ્રૂટનો બાપ છે.
આ ડ્રાયફ્રૂટ એટલે બીજું કોઈ નહીં પણ ખજૂર છે. ખજૂર આરોગ્ય માટે ખૂબ જ લાભદાયી છે. પોષક તત્વોની ખાણ સમાન ખજૂરમાં એક બે નહીં પણ અઢળક પોષક તત્વો જોવા મળે છે. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર ખજૂર અનેક વિટામીન અને પોષક તત્વોનો સમૃદ્ધ સ્રોત છે. ખજૂરમાં વિટામીન બી અને સી જોવા મળે છે.
આ સિવાય ખજૂરમાં પોટેશિયમ, મેગ્નેશિયમ, જિંક, સેલેનિયમ જેવા અનેક ખનિજ તત્ત્વો પણ જોવા મળે છે. ખજૂર ફાઈબરનો શ્રેષ્ઠ વિકલ્પ છે એટલે પેટ માટે પણ તે ખૂબ જ લાભદાયી સાબિત થઈ શકે છે. ખજૂર ખાવાથી મેટાબોલિઝમ પણ સુધારે છે. જો તમે ખજૂરનું સેવન કરો છો તો તમને વારંવાર ભૂખ નથી લાગતી અને વજન પણ કંટ્રોલમાં રહે છે. બીજા શબ્દોમાં કહીએ તો વજન ઘટાડવામાં પણ આ ખજૂર ખૂબ જ મદદરૂપ સાબિત થાય છે.
ખજૂર ઈમ્યુનિટી સિસ્ટમ બુસ્ટ કરે
ખજૂર ઈમ્યુનિટી સિસ્ટમ પણ બૂસ્ટ કરે છે કારણ કે એમાં વિટામીન્સ, આયર્ન, કેલ્શિયમ, એન્ટી ઓક્સિડન્ટ્સ તેમ જ એન્ટિબેક્ટેરિય ગુણ હોય છે, જે રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદરૂપ સાબિત થાય છે. રોજે ખજૂરનું સેવન કરવાથી અનેક પ્રકારના ઈન્ફેક્શન અને બીમારીથી બચી શકાય છે.
મોસ્ટ ઈમ્પોર્ટન્ટ વાત કરીએ તો ખજૂર બ્લડ પ્રેશરને કન્ટ્રોલમાં રાખવામાં પણ મદદરૂપ સાબિત થાય છે. ખજૂરમાં પોટેશિયમ મોટા પ્રમાણમાં જોવા મળે છે, જે બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખે છે. જો તમને પણ હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા છે તો તમારે ચોક્કસ જ દરરોજ સવારે ખજૂરનું સેવન કરવું જોઈએ.
એક દિવસમાં કેટલી ખજૂર ખાઈ શકાય?
ખજૂર ખાવાથી થતાં ફાયદાઓ વિશે તો વાત કરી લીધી પણ એક દિવસમાં કેટલી ખજૂર ખાવી જોઈએ વિશે વાત કરીએ તો આખા દિવસમાં ત્રણથી ચાર ખજૂરનું સેવન કરવું જોઈએ, કારણ કે એનાથી વધારે ખજૂર ખાવાને કારણે તમારું વજન વધી પણ શકે છે.
ક્યારે ખાવી જોઈએ ખજૂર?
એક દિવસમાં કેટલી ખજૂર ખાઈ શકાય એ વિશે વાત કર્યા બાદ આગળ વધીએ અને વાત કરીએ ખજૂર ખાવાના બેસ્ટ ટાઈમ વિશે. ખજૂર ખાવાથી આરોગ્યને પુષ્કળ ફાયદા થાય છે અને દરરોજ સવારે ખાલી પેટ ખજૂર પલાળીને ખાવી જોઈએ. રોજ રાતે 3થી 4 ખજૂર પાણીમાં પલાળી રાખી દો અને બીજા દિવસે સવારે ખાલી પેટ આ ખજૂરનું સેવન કરો.