એકલી પ્રવાસ કરતી Female Passengersને Indian Railways આપે છે આ ખાસ Facility
ભારતીય રેલવેમાં મેલ-એક્સપ્રેસ યા લોકલ ટ્રેન એ ભારતની જીવાદોરી છે, જે રીતે મુંબઈ લોકલ એ મુંબઈની લાઈફલાઈન છે એ રીતે. આપણે દરરોજ ટ્રેનોમાં મુસાફરી કરીએ છીએ પણ તેમ છતાં કેટલાક એવા નિયમો હોય છે કે જેની આપણને જાણકારી હોતી નથી. આમ છતાં એના અંગે માહિતી રાખવી ખૂબ જ જરૂરી છે, કારણ કે એ તમારા કામ ના આવે તો પણ બીજા કોઈ પ્રવાસીને કામ આવી જાય!
જોકે, રેલવેએ છેલ્લાં કેટલાય વર્ષોમાં પોતાના નિયમોમાં ફેરફાર કર્યા છે પણ 35 વર્ષ જૂનો મહિલાઓની સુરક્ષા સંબંધિત એક એવો નિયમ છે કે જેમાં રેલવેએ કોઈ ફેરફાર નથી કર્યો. આવો જોઈએ કયો છે આ નિયમ. જો તમારી પાસે ટ્રેનનું રિઝર્વેશન નથી અને તમે ટિકિટ વિના પ્રવાસ કરી રહ્યા છો તો ઈન્ડિયન રેલવેના આ કાયદા હેઠળ તમે અમુક શરતો સાથે પ્રવાસ કરી શકો છો.
આ નિયમ હેઠળ પ્રવાસ કરવા માટે તમારી પાસે સંબંધિત રેલવે સ્ટેશનની પ્લેટફોર્મ ટિકિટ હોવી જરૂરી છે. જો તમારી પાસે પ્લેટફોર્મ ટિકિટ છે તો તમારી આ જર્ની વેલિડ ગણાશે અને આ માટે તમે વધારાનું ફાઈન ભરીને તમારી જર્ની કન્ટિન્યુ કરી શકો છો.
એ જ રીતે જો ટ્રેનમાં કોઈ એકલી યુવતી કે મહિલા ટિકિટ વિના પ્રવાસ કરી રહી છે તો ટિકિટ ચેકર તેને ટ્રેનમાંથી ઉતારી નથી શકતો. ભારતીય રેલવેના નિયમ અનુસાર જો કોઈ મહિલા ટ્રેનમાં એકલી પ્રવાસ કરી રહી છે અને તેની પાસે ટિકિટ નથી તો તેને ટીસી ટ્રેનમાંથી ઉતારી ના શકે. જો મહિલા પાસે પૈસા હોય તો તે ફાઈન ભરીને પોતાની જર્ની ચાલુ રાખી શકે છે. પણ જો મહિલા પાસે ફાઈન ભરવાના પૈસા નથી તો પણ ટીસી તેને ઉતારી તો ના જ શકે.
રેલવેના આ નિયમ વિશે પ્રવાસીઓનો તો જવા જ દો પણ ખૂદ રેલવે કર્મચારીઓને પણ માહિતી નથી હોતી. રેલવેએ 1989માં એક કાયદો બનાવ્યો હતો અને એ કાયદા અનુસાર એકલી પ્રવાસ કરી રહેલી માહિલા પ્રવાસીને જો કોઈ પણ સ્ટેશન પર ઉતારી મૂકવામાં આવે અને એની સાથે કોઈ અનિચ્છિત ઘટના થઈ શકે છે.
મહિલા પ્રવાસીની સુરક્ષા માટે રેલવેએ એ સમયે પોતાના નિયમમાં ફેરફાર કર્યો હતો. રેલવેના એક ટિકિટ ચેકરે આ વિશે વાત કરતાં જણાવ્યું હતું કે જ્યારે પણ અમારી પાસે આવી કોઈ ઘટના આવે છે તો અમે સૌથી પહેલાં ઝોનલ કન્ટ્રોલ રૂમને આની જાણ કરીએ છીએ. કન્ટ્રોલ રૂમને મહિલા કઈ પરિસ્થિતિમાં પ્રવાસ કરી રહી છે એની જાણકારી આપવામાં આવી છે. જો અમને શંકા આવે તો અમે જીઆરપીને પણ આ બાબતની માહિતી આપીએ છીએ અને જીઆરપી મહિલા કોન્સ્ટેબલને આ મામલાની જવાબદારી સોંપે છે.