July 1, 2025
રમત ગમત

આઈપીએલઃ હૈદરાબાદની ફરી ધમાલ, 58 બોલમાં 166 રન ફટકારી લખનઊને હરાવ્યું

Spread the love

 

આઈપીએલની 17મી સિઝન બુધવારે લખનઊ સુપર જાયન્ટસ (Lucknow Super Giants) અને સનરાઈઝર્સ હૈદરાબાદ (SunRisers Hyedrabad)ની વચ્ચે રમાઈ પણ બીજા દાવમાં રીતસર સિક્સર અને ચોગ્ગાના વરસાદને કારણે 166 રનનો સ્કોર હૈદરાબાદ માત્ર 58 રનમાં જીતી લીધી. પહેલી બેટિંગમાં આવેલી લખનઊની ટીમ આઠ વિકેટે 166 રનનો ટાર્ગેટ આપ્યો હતો, પરંતુ ઓપનરની આક્રમક બેટિંગને કારણે 9.4 ઓવરમાં હૈદરાબાદ નવા વિક્રમો સાથે જીત્યું હતું.

પેટ કમિન્સની કેપ્ટનશિપવાળી સનરાઈઝર્સ હૈદરાબાદ ફરી એક વખત આઈપીએલની સિઝનની તમામ મેચમાં જીત સાથે છવાઈ ગઈ હતી. લખનઊ સામેની મેચ 10 વિકેટથી જીતીને બર્થ-ડે બોય પેટ કમિન્સને ટીમે ભવ્ય વિજયની ભેટ આપી હતી.

ટોસ જીતીને પહેલી બેટિંગમાં આવેલી લખનઊની ટીમે 166 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં હૈદરાબાદ વિકેટ વિના 9.4 ઓવરમાં ટાર્ગેટ અચીવ કર્યો હતો, જ્યારે મેચના રિયલ હીરો ઓપનર ટ્રેવિસ હેડ અને અભિષેક શર્મા રહ્યા હતા. બંનેએ આક્રમક બેટિંગ કરીને ફિફ્ટી કર્યા હતા. સૌથી પહેલા ટ્રેવિસ હેડે 16 બોલમાં પચાસ રન ફટકાર્યા ત્યાર બાદ 19 બોલમાં અભિષેકે હાફ સેન્ચુરી ફટકારી હતી. બંનેએ 58 બોલમાં 167 રનની ભાગીદારી નોંધાવીને શાનદાર જીત આપી હતી. સામે પક્ષે લખનઊની ટીમના બોલર અભિષેક અને ટ્રેવિસ હેડને રોકી શક્યા નહોતા.

લખનઊને હરાવ્યા પછી આજની મેચમાં ટ્રેવિસ હેડ મેન ઓફ ધ મેચ રહ્યો હતો. 30 બોલમાં 89 રન બનાવ્યા હતા, જ્યારે અભિષેક શર્માએ મજબૂત સાથ આપ્યો હતો. પહેલી 3.1 (19 બોલ)માં 51 રન કર્યા હતા. એના પછી છઠ્ઠી ઓવરમાં 100 રન પૂરા કર્યા હતા. એટલે 34 બોલમાં 101 રન કર્યા હતા.

62 બોલ બાકી હતા ત્યારે આ મેચમાં જીત સાથે હૈદરાબાદની ટીમ નેટ રનરેટ પ્લસમાં 0.406 થઈ હતી અને એની સાથે ચોથા નંબરથી ત્રીજા નંબરે પહોંચી હતી. હવે 12 મેચમાંથી સાત મેચ જીત્યું છે, જ્યારે લખનઊ 12માંથી છ મેચ જીત્યું છે અને છઠ્ઠા ક્રમે રહ્યું છે.

ટ્રેવિસ હેડ અને અભિષેકે નોંધાવેલી ભાગીદારીએ નવા રેકોર્ડ નોંધાવ્યા છે. આઈપીએલના ઈતિહાસમાં પહેલ 10 ઓવરમાં સર્વોચ્ચ સ્કોર નોંધાયો છે. એનની સાથે ઈતિહાસમાં પાવરપ્લેમાં સૌથી મોટો સ્કોર થયો છે. આ અગાઉ હૈદરાબાદે પોતાના બે રેકોર્ડ નોંધાવ્યા છે. અગાઉ દિલ્હી સામે 125 રન કર્યા હતા, જ્યારે આજે ફરી લખનઊ સામે 107 રન કર્યા છે. એના અગાઉ કોલકાતાએ બેંગલુરુ સામે 105 રન બનાવ્યા હતા, જ્યારે 2014માં ચેન્નઈએ પંજાબ સામે બે વિકેટે 100 રન કર્યા હતા. એ જ રીતે પંજાબે પણ આ જ સિઝનમાં એક વિકેટે 93 રન બનાવ્યા હતા. આમ છતાં આજે રમાયેલી લખનઊ સામેની મેચમાં વિના વિકેટે 107 રન બનાવ્યા હતા.

અન્ય રેકોર્ડની વાત કરીએ આઈપીએલની સિઝનમાં 30 બોલમાં ટ્રેવિસ હેડ અને અભિષેક શર્માના નામે 100 રનની ભાગીદારીનો રેકોર્ડ પણ નોંધાયો છે. આ અગાઉ બંનેએ 34 બોલમાં 100 રનની ભાગીદારી નોંધાવી હતી. ઉપરાત પહેલી દસ ઓવરમાં 167 રનનો ટાર્ગેટ અચીવ કરવાનો રેકોર્ડ પણ નોંધાવ્યો છે. આ સિઝનમાં સૌથી વધુ બોલ બાકી રહ્યા હોય અને વિજય મેળવવાનો રેકોર્ડ નોંધાવ્યો છે. 62 બોલ બાકી રહ્યા અને 166 રનનો ટાર્ગેટ અચીવ કર્યો છે. લખનઊને 10 વિકેટે હરાવતા પોઈન્ટ ટેબલમાં ત્રીજા ક્રમે પહોંચ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!