July 1, 2025
રમત ગમત

RCB VS GT: આરસીબીની સતત ત્રીજી જીતઃ ગુજરાતને ચાર વિકેટથી હરાવ્યું

Spread the love

 

આઈપીએલ (IPL 2024)ની બાવનમી મેચ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે રમાઈ હતી. બેંગલુરુએ ગુજરાત ટાઈટન્સને શનિવારની મેચમાં હરાવીને આ વખતની સિઝનમાં સતત ત્રીજી વખત વિજયની આગેકૂચ જાળવી રાખી છે.

ગુજરાત ટાઈટન્સની પહેલી બેટિંગમાં 148 રનના સ્કોર સામે બેંગલુરુએ વિકેટ ગુમાવવા છતાં અંતિમ તબક્કા સુધીમાં ધીરજપૂર્વક મેચ જીતવાનો ક્રમ જાળવી રાખ્યો હતો. આરસીબીના કેપ્ટન ફાફ ડુ પ્લેસીસ અને વિરાટ કોહલીએ પહેલી છ ઓવરમાં 92 રન બનાવ્યા હતા, પરંતુ એના પછી વિકેટ પડવાનો ક્રમ ચાલુ રહ્યો અને તબક્કાવાર છ વિકેટ ગુમાવી હતી.

બેંગલુરુને જોતજોતામાં 117 રનના સ્કોરમાં છ વિકેટ પડી ગઈ હતી. છ વિકેટ પડ્યા પછી બેંગલુરુના ચાહકોમાં નિરાશા જોવા મળી હતી. આખા સ્ટેડિયમમાં જીતના જશન પહેલા સન્નાટો છવાઈ ગયો હતો, પરંતુ અનુભવી ક્રિકેટર દિનેશ કાર્તિકે ટીમને આખરે જીત અપાવી હતી.

રોયલ ચેલેન્જર્સે 13.4 ઓવરમાં છ વિકેટે ટાર્ગેટ અચીવ કર્યો હતો. અનુભવી ક્રિકેટર કમ વિકેટ કિપર દિનેશ કાર્તિકે 12 બોલમાં નોટ આઉટ રહીને 21 રન કર્યા હતા, જ્યારે સ્વપ્નિલ સિંહે નવ બોલમાં 15 રને નોટઆઉટ રહ્યો હતો. 18 રનમાં 35 રનની પાર્ટનરશિપથી આરસીબી જીત્યું હતું.

સામે પક્ષે ગુજરાત ટાઈટન્સના બોલર જોશુઆ લિટિલ સફળ બોલર રહ્યો હતો, જેને ચાર ઓવરના સ્પેલમાં 45 રન આપવા છતાં ચાર વિકેટ ઝડપી હતી, જ્યારે નૂર અહમદે બે વિકેટ લીધી હતી. આરસીબીના કેપ્ટન ફાફ ડુ પ્લેસીસે 23 બોલમાં 64 રનની મજબૂત કેપ્ટન ઈનિંગ રમ્યો હતો, જ્યારે કિંગ કોહલી પણ 27 બોલમાં 42 રન કર્યા હતા. આમ છતાં આરસીબીની ટીમમાં વિલ જેક્સ, ગ્લેન મેક્સવેલ, રજત પાટીદાર અને કેમરુન ગ્રીન ફ્લોપ રહ્યા હતા.

આજના વિજય સાથે આરસીબીએ 11 મેચમાં આઠ પોઈન્ટ્સ મેળવ્યા છે, જ્યારે આરસીબીની ટીમ પ્લેઓફમાં પહોંચવાની આશા પણ જીવંત છે. ગુજરાત ટાઈટન્સમાં સૌથી વધુ રન ફક્ત શાહરુખ ખાન (37), રાહુલ તિવેટિયા (35) અને ડેવિડ મિલર (35) બનાવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!