સ્પેસમાંથી રિટર્ન આવ્યા પછી અવકાશયાત્રી મનપસંદ ફૂડ શા માટે આપતા નથી, શું છે કારણ?
અંતરિક્ષની દુનિયા એકદમ અલગ છે, જ્યારે અંતરિક્ષ પહોંચનારા લોકોની લાઈફ પણ સાવ અલગ હોય છે. એનું શું કારણ અંતરિક્ષમાં રહેનારા લોકો કઈ રીતે દિવસ-રાત વીતાવી શકતા હોય છે અને અંતરિક્ષમાંથી પાછા ફર્યા પછી પણ લોકોને અમુક પ્રકારના શા માટે રિસ્ટ્રિક્શન હોય છે. દરેક લોકોના મનમાં સ્પેસ અંગે અજીબોગરીબ સવાલ થતા હોય એ સ્વાભાવિક વાત છે. પણ એનાથી સૌથી મોટો સવાલ એ છે કે સ્પેસમાંથી રિટર્ન આવ્યા પછી અવકાશયાત્રીને તેમની પસંદનું ફૂડ આપવામાં આવે છે કે નહીં. એ લોકોને કઈ રીતે લાઈફ જીવવાની પ્રાથમિકતા આપે છે.
તમને જાણીને એ વાતનું આશ્ચર્ય થશે કે સ્પેસમાંથી રિટર્ન આવ્યા પછી તરત તેમને કોઈ પણ પ્રકારની મનપસંદ ડિશ-ફૂડ જમવામાં આપતા નથી અને એની મેડિકલ રીતે પણ પરમિશન આપતા નથી. વાસ્તવમાં સ્પેસમાંથી રિટર્ન આવ્યા પછી અંતરિક્ષયાત્રીને સ્ટ્રિક્ટ ડાયેટ ફોલો કરવું પડે છે. સ્ટ્રિક્ટ ડાયેટ ફોલો કરવાનું કારણ પણ પૃથ્વી પર આવ્યા પછી બેલેન્સ બનાવવાનું કારણ જવાબદાર હોય છે. સ્ટ્રિક્ટ ડાયેટ ફોલો કરવાની સાથે એ વ્યક્તિને પણ વધારે પાણી પીવાની એડવાઈઝ આપવામાં આવે છે.
સ્પેસમાંથી રિટર્ન થનારી વ્યક્તિના મેડિકલ ટેસ્ટ કરવામાં આવે છે, તેમાંય વળી ખાસ કરીને લિંબુનું પાણી પીને જ્યુસ પીવામાં આવે છે. સામાન્ય રીતે જ્યારે અંતરિક્ષમાંથી જ્યારે કોઈ રિટર્ન થાય છે ત્યારે ઈમ્યુનિટી બુસ્ટ કરવાનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે.
સૌથી પહેલા તો ખાવાપીવામાં તેમને સફરજન ખાવામાં આપે છે. એના માટે ખાસ કરીને ઈમ્યુન સિસ્ટમ ઠીક થઈ જાય. ખાવાપીવામાં પણ હળવું ફૂડ આપવામાં આવે છે. એના પછી હર્બલ અથવા ગ્રીન ટી આપવામાં આવે છે. એના પછી ઘઉં કે ચોખાની વાનગી રોટલી આપવામાં આવે છે એના પછી વ્યક્તિની મનપસંદ વસ્તુ આપવામાં આવે છે.
અંતરિક્ષયાત્રીને સ્ટ્રિક્ટ ફૂડ આપવાનું કારણ ખાસ તો તેને કોઈ બીમારી કે શારીરિક સમસ્યા થાય નહીં તેનું ધ્યાન રાખવામાં આવે છે. ખાસ કરીને ધીમે ધીમે રેગ્યુલર લાઈફસ્ટાઈલ સર્વાઈવ કરવાનું શીકે એ જરુરી હોય છે.