July 1, 2025
ટ્રાવેલ

ભારતની આ ત્રણ જગ્યાએ ફરવા ગયા તો મરી ગયા જ સમજજો…

Spread the love

વેકેશન એ માત્ર રિલેક્સેશન ટાઈમ જ નહીં અને પણ એક પ્રકારની થેરેપી છે જે તમને રોજબરોજની ભાગદોડભરી જિંદગીથી રાહત આપવાની સાથે સાથે તાજગીનો અહેસાસ પણ કરાવે છે. દુનિયાના કોઈપણ ખૂણે જાઓ, ત્યાં તમને એક વાત તો ચોક્કસ સાંભળવા મળશે કે દરેક સુંદર વસ્તુની સાથે સાથે એક અજાણ્યો ડર કે ભય છુપાયેલો હોય છે. આજે અમે અહીં તમારા માટે ભારતના જ કેટલાક એવા સ્થળોની માહિતી લઈને આવ્યા છીએ કે જ્યાં જઈને તમને એવો અહેસાસ થઈ જશે કે ભાઈસાબ અહીંયા તો સાક્ષાત યમરાજના દર્શન થઈ ગયા.

ફૂગતાલ મોનેસ્ટી

આમ તો જમ્મુ-કાશ્મીરને આપણે બધાએ જ ધરતી પરના સ્વર્ગનું બિરુદ આપવામાં આવ્યું છે અને જોવામાં અને ફરવામાં પણ આ સ્થળ એકદમ રમણીય છે એટલું જોખમી પણ છે. આ વિસ્તારમાં અનેક એવી વેલી અને પર્વતો આવેલા છે કે જો તમે એકાદ વખતે તેની ટોચ પર પહોંચી જાવ તો નીચે ઉતરતી વખતે તમારું કાળજું કંપી ઉઠશે અને આવી જ એક જગ્યા છે ફૂગતાલ મઠ. આ એક બૌદ્ધ મઠ છે, જે લદ્દાખમાં આવેલી છે. ફૂગતાલ મઠ એકદમ ઊંચાણવાળા વિસ્તારમા આવેલી છે અને અહીં પહોંચવામાં જ તમને ઓછામાં ઓછા પાંચથી છ કલાકનો સમય લાગે છે અને ઉતરતી વખતે તો તમને સાક્ષાત યમરાજનાની દર્શન થઈ જશે, ભાઈસાબ…

દ્રાસ

 

ફૂગતાલ મોનેસ્ટીથી આગળ વધીએ અને વાત કરીએ બીજા જોખમી સ્થળ વિશે. આ સ્થળનું નામ છે દ્રાસ. દ્રાસ પણ લદ્દાખમાં જ આવેલું છે અને તમે તમારી કારની મદદથી અહીં પહોંચી શકો છો. દ્રાસમાં સખત ઠંડી પડે છે કે જો તમે અહીં રાત રોકાવ અને તમારી પાસે પૂરતી વ્યવસ્થા ના હોય તો બીજા દિવસ સુધી તો તમારી આઈસ્ક્રીમ જામી જશે. દસ હજાર મીટરથી વધુની ઉંચાઈ પર આવેલા આ સ્થળની વાત કરીએ તો અહીં ઘણી વખત તાપમાન માઈનસ 60 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી જાય છે. આપણે ત્યાં મુંબઈમાં અહીં પારો 17 18 ડિગ્રી સેલ્સિયશ પર પહોંચે છે ત્યારે આપણી હાલત પતલી થઈ જાય તો હવે તમે જ વિચારો કે માઈનસ 60 ડિગ્રી સેલ્સિયસ વાતાવરણમાં તો તમારે રાત કઈ રીતે પસાર કરી શકો?

ગુરેઝ

ગુરેઝ એ ધરતીના સ્વર્ગ પર આવેલું ત્રીજું સૌથી વધુ જોખમી અને ખતરનાક સ્થળ છે. કાશ્મીરમાં આવેલી આ જગ્યાને ગુરેઝ વેલીના નામે ઓળખવામાં આવે છે. આમ જોવામાં આવે તો આ જગ્યા કુદરતી રીતે એટલી જોખમી નથી જેટલી એને માનવીએ બનાવી દીધી છે. નજીકમાં જ પાકિસ્તાન આવેલું હોવાને કારણે તમને અહીં દરેક જગ્યાએ સેનાના જવાનો જોવા મળશે. આ ઉપરાંત જો તમે આ વિસ્તારમાં ફરી રહ્યા હોવ તો તમારે ખાસ સાવધ રહેવાની જરૂર છે, કારણ કે અહીં કોઈ પણ બાજુએથી પાકિસ્તાન તરફથી ફાઈરિંગ ક્યારે શરૂ કરી દેવામાં આવે એ કંઈ કહી શકાય નહીં ભાઈસાબ. કહો જોઈએ આટલું વાંચ્યા પછી આમાંથી કોઈ પણ એકાદ સ્થળની મુલાકાત લેવાનું વિચારશો પણ ખરા કે?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!