ન્યાયના દેવતા શનિદેવને પ્રિય છે આ પાંચ રાશિઓ, જોઈ લો તમારી રાશિ તો નથી ને?
જ્યોતિષ શાસ્ત્રમાં શનિદેવને ન્યાયના દેવતા કહેવામાં આવ્યા છે અને શનિદેવ દરેક વ્યક્તિને એમના કર્મ પ્રમાણે ફળ આપે છે. એવું કહેવાય છે કે શનિદેવની મહેર રંકને રાજા બનાવી દે છે તો તેમની વક્ર દ્રષ્ટિએ એક જ પળમાં રાજાને રંક બનાવી દે છે. દરેક ગ્રહની કેટલીક પ્રિય રાશિઓ હોય છે જેમના પર જે તે ગ્રહની કૃપાદ્રષ્ટિ રહે છે અને ન્યાયના દેવતા તરીકે ઓળખાતા આ શનિદેવની પણ કેટલીક પ્રિય રાશિઓ છે જેના વિશે આજે અમે અહીં તમને જણાવવા જઈ રહ્યા છીએ, તો ચાલો સમય વેડફ્યા વિના જોઈએ કે આખરે શનિદેવને કઈ રાશિઓ પ્રિય છે, જેમના પર તેઓ ઉની આંચ પણ નથી આવવા દેતા…
મુંબઈના જ એક પ્રખ્યાત જ્યોતિષાચાર્યના જણાવ્યા અનુસાર ન્યાયના દેવતા અને દરેકને એમના કર્મ પ્રમાણે ફળ આપનારા શનિદેવને પાંચ રાશિઓ ખૂબ જ પ્રિય છે. આ રાશિના જાતકો પર તેઓ ક્યારેય કોઈ સંકટ કે તકલીફ નથી આવવા દેતા. એટલું જ નહીં પણ આ રાશિના જાતકો પર હંમેશા શનિદેવની કૃપા બની રહે છે.
વૃષભઃ શનિ દેવની પ્રિય રાશિ વિશે વાત કરીએ તો આ યાદીમાં સૌથી પહેલા આવે છે વૃષભ રાશિ. આ રાશિના જાતકો પર શનિદેવની હંમેશા કૃપા વરસે છે અને શનિદેવ તેમને કોઈ કષ્ટ નથી પહોંચાડતા. આ રાશિના જાતકોને શનિદેવ તેમના કર્મ પ્રમાણે શુભ પરિણામો આપે છે.
ધનઃ આગળ વધીએ અને વાત કરીએ શનિદેવની બીજી મનગમતી રાશિ વિશે. આ રાશિ છે ધન રાશિ. વૃષભ રાશિની જેમ જ ધન રાશિના જાતકો પર પણ શનિદેવ હંમેશા મહેરબાન રહે છે. ધન રાશિના સ્વામી ગુરુ છે અને શનિ અને ગુરુ વચ્ચે મિત્રભાવ છે. શનિદેવ આ રાશિના જાતકોને અપાર ધન, વૈભવ અને એશો આરામ અપાવે છે.
તુલાઃ તુલા રાશિના લોકોથી પણ પણ શનિદેવ હંમેશા પ્રસન્ન રહે છે અને તેઓ તેમના પર કૃપા વરસાવે છે. એટલું જ નહીં પણ તુલા રાશિના લોકોને શનિદેવની આ કૃપાદ્રષ્ટિને કારણે જીવનમાં ખૂબ જ ઓછા કષ્ટ ઉઠાવવાનો વારો આવે છે.
કુંભઃ શનિદેવની મનગમતી રાશિમાંથી એક છે કુંભ. શનિદેવ ખુદ આ રાશિના સ્વામી છે અને પરિણામે આ રાશિના લોકોને અપાર ઐશ્વર્ય અને ધન-દૌલતની પ્રાપ્તિ થાય છે. આ રાશિના જાતકો જે પણ કામમાં હાથ નાખે છે એમાં તેમને ચોક્કસ જ સફળતા મળે છે.
મકરઃ મકર રાશિ પણ શનિદેવની સૌથી વધુ પસંદગીની રાશિમાંથી એક છે. આ રાશિ શનિદેવને એટલી બધી પ્રિય છે કે જો તેમની સાડી સત્તી પણ ચાલતી હોય તો પણ તેની ખાસ અસર નથી જોવા મળતી. આ રાશિના જાતકો પર શનિદેવ હંમેશા જ મહેરબાન રહે છે.