June 30, 2025
ટોપ ન્યુઝહેલ્થ

તમે ડાયબિટીસ, એસિડિટીની ‘ગુણવત્તા વિના’ની તો દવા લેતા નથી?

Spread the love


સાવધાનઃ દેશમાં 84 દવા ક્વોલિટી ટેસ્ટમાં ‘નાપાસ’, એલર્ટ જારી

દેશમાં મેડિકલ ક્ષેત્રે તાજેતમાં ખળભળાટ મચી ગયો છે, જેમાંથી 84 જેટલી દવાઓ ગુણવત્તાના માપદંડોમાં સાચી ઠરી નથી. એટલે નોટ ઓફ સ્ટાન્ડર્ડ ક્વોલિટી (Not of Standard Quality NSQ)ની દવા નહીં હોવાનું પુરવાર થયું છે, જેમાંથી એસિડિટી, ડાયાબિટીસ, હાય કોલેસ્ટ્રોલ અને બેક્ટેરિયલ ઈન્ફેક્શન જેવી બીમારીની દવાઓનો સમાવેશ થાય છે.

સીડીએસસીઓએ રિપોર્ટ જારી કરીને આપી ચેતવણી
નવી દવાઓની મંજૂરી આપવા અને કિલનિકલ ટ્રાયલની દેખરેખ રાખનારી ટોચની સંસ્થા (સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશન-સીડીએસસીઓ)એ એના અંગે એલર્ટ પણ જારી કરી છે. દર મહિને સીડીએસસીઓ માર્કેટમાં આવનારી દવાઓની ગુણવત્તાનો રિપોર્ટ જારી કરી છે, જેમાંથી 84 કંપની દવાઓની ગુણવત્તા મુદ્દે નિયત માપદંડોમાં ખોટી પુરવાર થઈ છે. આ રિપોર્ટમાં સંસ્થાએ સાવધ રહેવાની પણ ચેતવણી આપી છે.

નોટ ઓફ સ્ટાન્ડર્ડ ક્વોલિટી મુદ્દે દવા ઓળખી
અધિકારીઓના જણાવ્યાનુસાર નોટ ઓફ સ્ટાન્ડર્ડ ક્વોલિટી એ વખતે જાહેર કરવામાં આવે છે, જ્યારે નિર્ધારિત ગુણાવત્તાના માપદંડોમાંથી એક યા વધુ બાબતમાં નિષ્ફળ ગઈ હોય. હાલના તબક્કે આ પ્રકારની દવાઓની ઓળખ કરી લીધી છે, જ્યારે માર્કેટમાંથી હટાવવા મુદ્દા કામગીરી હાથ ધરી છે, જેમાં રાજ્ય સરકારના અધિકારીઓની મદદ લેવામાં આવી છે.

ડ્રગ્સ ઈન્સ્પેક્ટર્સ માટે દિશા-નિર્દેશ જારી
ગુણવત્તા અન્વયે દવાઓનું ઉત્પાદન કરવા અંગે સીડીએસસીઓએ ડ્રગ્સ ઈન્સ્પેક્ટર્સ માટે દિશા-નિર્દેશ જારી કરવામાં આવ્યા હતા અને આ નિયમો અનુસાર તમામ ડ્રગ્સ ઈન્સ્પેક્ટર્સને દર મહિને ઓછામાં ઓછા દસ સેમ્પલ એકઠા કરવાના રહેશે, જેમાં નવ દવાઓ અને એક કોસ્મેટિક અથવા મેડિકલ ડિવાઈસ સેમ્પલ હશે, જ્યારે સેમ્પલને પણ એ જ દિવસે લેબમાં મોકલવાના રહેશે.

ડોક્ટર્સે પણ શું સાવધાની રાખવી જરુરી
નિષ્ણાતોનું માનવું છે કે ડોક્ટર પણ દવાઓ લખતા હોય છે, પરંતુ સાવધાની રાખવાનું જરુરી બની રહે છે. દર્દીઓને હંમેશાં બ્રાન્ડેડ અને ગુણવત્તાયુક્ત દવાઓ લેવાના નિર્દેશ આપવા જોઈએ. જો કોઈ દવામાં સંદેહ જણાય તો દર્દીએ પણ ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ. દવાઓની ગુણવત્તા મુદ્દે સરકાર તો સાવધ છે, પરંતુ ડોક્ટરથી લઈને દર્દીઓ અને મેડિકલ સેન્ટરવાળાએ સાવધ રહેવું જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!