તમારા ફોનની કોઈ જાસૂસી તો કરતું નથી, જાણી લો મહત્ત્વની ટિપ્સ
મોબાઈલના વપરાશમાં જેટલો વધારો થઈ રહ્યો છે, એટલો જ મોબાઈલ ફોન વાપરવાના જોખમો વધી રહ્યા છે. તમારી દુનિયા એટલે મોબાઈલ અને મોબાઈલમાં તમારી દુનિયા એમ કહેવામાં કોઈ અતિશયોક્તિ નથી. વધતા વપરાશ વચ્ચે નવા જોખમ પૈકી મોબાઈલ વપરાશકર્તાના મોબાઈલ હેકિંગની ઘટનામાં વધારો થઈ રહ્યો છે. આ સંજોગોમાં તમારે મહત્ત્વની ટિપ્સ જાણી લેવાનું જરુરી રહે છે. જેમ કે બેટરી ઝડપથી ડિસ્ચાર્જ થઈ જાય તેમ જ તમારા ડિવાઈસને આ બેટરી પણ વધુ ઝડપથી ગરમ કરે છે.
ચાલો જાણી લઈએ ફોન હેકર્સની યુક્તિઓને. તમારો ફોન હેક થયો હોય તો તેના અંગે સાવધાન રહેવાનું જરુરી છે. સૌથી પહેલી વાત તો તમારો ફોન ઝડપથી ડિસ્ચાર્જ થતો હોય તો શક્ય છે કે તમારો ફોન હેક થયો હોઈ શકે છે, કારણ કે આવા સંજોગોમાં બેકગ્રાઉન્ડમાં જાસૂસી એપ્લિકેશન ચાલવાને કારણે ફોનની બેટરી ડિસ્ચાર્જ થઈ જાય છે અને આવા સંજોગોમાં ધ્યાન રાખવાનનું જરુરી રહે છે.
સૌથી મહત્ત્વની વાત એ છે કે વિના કોઈ કારણ બિનજરુરી એપ્લિકેશનને ઓપન કરશો નહીં અને એવી એપ્લિકેશનથી પણ દૂર રહો જે તમારા માટે જરુરી નથી. જો ભૂલથી તમારા મોબાઈલમાં આ પ્રકારની એપ્લિકેશન હોય તો એને હટાવવાની કે અનઈન્સ્ટોલ કરવાનું હિતાવહ રહે છે. કારણ કે અજાણી એપ્લિકેશનમાં જાસૂસી સોફ્ટવેર ઈન્સ્ટોલ કર્યું હોય એ ખબર પડશે નહીં.
ફોન હેક થવાની અન્ય બાબતમાં તમારી અમુક એપ્લિકેશન પણ કામ કરતી નથી. ઓટોમેટિક સેટિંગ અને સ્ક્રીન ફ્લેશિંગ વગેરે એક્ટિવલી કામ કરતી હોતી નથી. અમુક વખતે ફોન પણ બરાબર કામ કરતો નથી.
જો તમારો મોબાઈલ ફોન પણ ઝડપથી ગરમ થતો હોય તો શક્ય છે તે જાસૂસ રિયલ ટાઈમમાં ડિવાઈસ લોકેશન ટ્રેક કરી રહ્યો છે, તેના માટે તેઓ જીપીએસ સિસ્ટમનો ઉપયોગ કરે છે. એનાથી ફોનના હાર્ડવેર પર વધુ દબાણ આવે છે. આ ઉપરાંત, તમારા ફોનમાં કોલિંગ વખતે બેકગ્રાઉન્ડમાં અવાજ સંભળાતો હોય તો પણ હેકિંગ થવાની શક્યતા રહે છે.
છેલ્લે મહત્ત્વની વાત કરીએ તો તમારા ડિવાઈસમાં બ્રાઉઝિંગ હિસ્ટ્રીને પણ ચેક કરી શકો છો. અમુક સંજોગોમાં જાસૂસ એપ્લિકેશન ડાઉનલોડ કરીને તમારા મોબાઈલ ફોનને કંટ્રોલ કરી શકે છે. તેથી તમે આ પ્રકારની બાબતથી સતર્ક રહી શકો છો.