શેર યા સવાશેરઃ દે ધનાધન આ 7 પેન્ની સ્ટોકે વર્ષમાં 700 ટકા સુધીનું આપ્યું રિટર્ન, જાણો ક્યા શેર છે?
એક વર્ષમાં આ પેન્ની સ્ટોક્સે આપ્યું ધમાકેદાર રિટર્ન, પ્રોફિટ સાથે જોખમ પણ સમજી લો
માર્કેટમાં અત્યારે બેવડી ચાલ જોવા મળે છે, જેમાં અઠવાડિયામાં ઘટાડા પછી બીજા અઠવાડિયે મહત્ત્વના બેન્ચમાર્કમાં તેજી પણ રહે છે. આ વખતે વાત કરીએ એવા શેરની જે છે દસ રુપિયાથી નીચેના ભાવ પણ વળતર તો 700 ટકા સુધીનું વળતર આપ્યું છે. માર્કેટના વળતરની દૃષ્ટિએ પેન્ની સ્ટોકે જોરદાર વળતર આપ્યું છે, જેમાંથી ચાર સ્ટોકે તો એક વર્ષના ગાળા દરમિયાન રોકાણકારોને બેવડું વળતર આપ્યું છે. ચાલો માર્કેટના પેન્ની બાહુબલી કોણ છે જેને રોકાણકારોને કમાણી કરાવી છે.

છેલ્લા એક વર્ષમાં સાત પેન્ની સ્ટોક્સે જોરદાર વળતર આપ્યું છે. વર્ષમાં આ સ્ટોકે 700 ટકા સુધી વળતર આપ્યું છે. આ સ્ટોકનું માર્કેટ કેપ 1,000 કરોડથી ઓછું છે અને શેરની કિંમત 20 રુપિયાથી ઓછી છે. પેન્ની સ્ટોકની એક પેટર્ન સમજી લો તેની ઓછી કિંમતને કારણે નાનો રોકાણકાર પણ ખરીદવા માટે પ્રેરાય છે. ક્યારેક અસરકારક વળતરની સાથે જોખમ પણ વધારે છે. આ સ્ટોકની લિક્વિડિટી ઓછી પણ અસ્થિરતાનું જોખમ વધારે રહે છે, તેથી ચાલો વિગતે જાણીએ.
એક વર્ષમાં પ્રો ફિન કેપિટલ સર્વિસીસના શેર એક વર્ષમાં 726 ટકા વળતર આપ્યું છે, જેનો અગાઉનો ભાવ 8.33 રુપિયાએ છે. પદમ કોટન યાર્નની વાત કરીએ અગાઉનો ભાવ 6.33 રુપિયા છે, જ્યારે સ્ટોકે કૂલ 365 ટકા વળતર આપ્યું છે. 6.94 રુપિયાના મથાળેથી આગળ વધીને કપિલ રાજ ફાઈનાન્સે એક વર્ષમાં 198 ટકાનું રિટર્ન આપ્યું છે.
ક્રેટો સિસ્કોન બે રુપિયાના મથાળેથી આગળ વધીને એક વર્ષમાં રોકાણકારોને 186 ટકા કમાણી કરાવી છે. ઉપરાંત, એક વર્ષમાં લીડિંગ લીજિંગ ફાઈનાન્સ એન્ડ ઈન્વેસ્ટમેન્ટ કંપનીએ 108 ટકા રિર્ટન આપ્યું છે, જેનો અગાઉનો ભાવ 6.17 રુપિયા છે.
એક વર્ષમાં 75 ટકા રિટર્ન આપનાર એક્સેલ રિયલ્ટી એન્ડ ઈન્ફ્રાનો ભાવ અગાઉ 1.21 રુપિયા હતો, જેનો હાલનો ભાવ 1.20 રુપિયાએ રહ્યો છે. શેરનો ભાવ બાવન સપ્તાહની ઊંચી સપાટીએ 1.86 રુપિયા હતા, જ્યારે નીચો ભાવ 0.65 પૈસા છે. સેલવિન ટ્રેડર્સે પણ 57 ટકા રિર્ટન આપ્યું છે, જેનો ભાવ 8.06 રુપિયાએ હતો.
(અહીંના લેખ ફક્ત એનાલિસિસ આધારે છે, માર્કેટમાં રોકાણ સમજી-વિચારીને કરવું, વેબસાઈટને કોઈ લેવાદેવા નથી.)
