ભારત નહીં પણ દુનિયાના 7 દેશમાં મોંઘવારીથી હાહાકાર, પતનના આરે અર્થતંત્રો
મોંઘવારી કોઈ પણ દેશની અર્થવ્યવસ્થાના માપદંડની રીત છે. થોડી મોંઘવારી હોવાની વાત હવે સામાન્ય બની ગઈ છે, પરંતુ વધતી મોંઘવારીથી સરકારના શાસન કરવામાં વિપક્ષ અને જનતા નાકમાં દમ કરી નાખવો જોઈએ. પણ એવું મોટા ભાગના દેશોમાં બનતું નથી. ભારતમાં મોંઘવારી માજા મૂકી રહી છે, પરંતુ તેના માપદંડોમાં ક્યાંય જોવા મળતું નથી. આવી હાલત દુનિયાના માલેતુજાર દેશમાં પણ છે. ભારત, રશિયા નહીં, પણ દુનિયાના એવા સાત દેશ છે, જ્યાં મોંઘવારીએ હાહાકાર મચાવ્યો છે, જ્યાં સામાન્ય ચીજવસ્તુના ભાવ આસમાને પહોંચ્યા છે. એવું પણ કહેવાય છે આ સાત દેશમાં મોંઘવારીમાં 400 ટકાનો વધારો થયો છે.

ઝિમ્બાબ્વેમાં 172 ટકાનો ફુગાવાનો દર
મોંઘવારીના વધારા માટે સરકારના બેદરકારીપૂર્વકના મેનેજમેન્ટ સહિત ભ્રષ્ટાચાર, અસ્થિર સરકાર, તેલ-ઇંધણના ભાવમાં ઘટાડો તેમ જ ઔદ્યોગિક નીતિઓના પરિબળો જવાબદાર ગણવામાં આવે છે, તેનાથી અર્થતંત્રને સૌથી મોટો ફટકો પડે છે,જ્યારે તેના ભોગ આમ જનતા બને છે. આ દેશમાં ફુગાવાનો દર 172.2 ટકાએ પહોંચ્યો છે, જ્યારે તેનું કારણ અંગ્રેજરાજ, જમીનો પર કબજો, પૈસાની અસ્થિરતા અને આર્થિક પ્રતિબંધો છે. ઝિમ્બાબ્વેની અર્થવ્યવસ્થાને નિરંતર ફટકો પડી રહ્યો છે.
આર્જેન્ટિના, સુદાનમાં પણ કફોડી હાલત
અન્ય દક્ષિણ અમેરિકાના દેશ આર્જેન્ટિનામાં મોંઘવારી દર 98 ટકાથી વધારે છે. એના પાછળના કારણ અનેક છે, જેમાં આઈએમએફની શરતોને આધીન થવું. વિદેશી દેવામાં વધારો અને આંતરરાષ્ટ્રીય માર્કેટમાંથી પૈસા નહીં મળવાને કારણે સ્થાનિક કરન્સીમાં પણ ઘટાડો થયો છે. આર્જેન્ટિના સિવાય સુદાનમાં પણ મોંઘવારી દર 71 ટકાથી વધારે છે. નબળા અર્થતંત્ર અને વર્ષોથી ચાલી રહેલા ગૃહયુદ્ધને કારણે હાલત કફોડી થઈ છે.
તુર્કી અને ઘાનાના અર્થતંત્રો ખાડે ગયા છે
ઝિમ્બાબ્વે, આર્જેન્ટિના, સુદાન પછી તુર્કીનો ક્રમ આવે છે. કુદરતી આફત ભૂકંપથી માંડ બેઠા થયેલા તુર્કીમાં મોંઘવારીનો દર 50 ટકાથી વધુ છે. ઓઈલ અને ગેસ માટે બીજા દેશ પર નિર્ભર તુર્કીની કરન્સી લીરામાં તીવ્ર ઘટાડાને કારણે તંત્રને સૌથી મોટો ફટકો પડ્યો હતો. ઉપરાંત, ઘાનામાં પણ મોંઘવારી દર 45 ટકાથી વધુ છે. ક્રૂડ ઓઈલની વધતી નિર્ભરતા તથા સોનું અને કોકો બીજા દેશમાં વેચવાને કારણે વિદેશ કંપનીઓનું વર્ચસ્વ વધ્યું છે, જ્યારે અર્થતંત્ર ખાડે ગયું છે. આ ઉપરાંત, હૈતીમાં મોંઘવારી દર 44 ટકાથી વધારે છે. દેવામાં ફસાયેલા હૈતીમાં રાજકીય અસ્થિરતા, નબળી અર્થવ્યવસ્થા, ઔદ્યોગિક એકમોની અછત અને અન્ય દેશો પરની નિર્ભરતાને કારણે દેશ મોટી મુશ્કેલીમાં ફસાયેલો છે.
