June 30, 2025
મની મેનેજમેન્ટ

દર વર્ષે દીકરીના નામે 50,000નું રોકાણ કરો અને મેચ્યોરિટી પર મળશે 22 લાખ…

Spread the love

સુકન્યા સમૃદ્ધિ યોજનાઃ જો તમારી દીકરી પાંચ વર્ષની હોય અને તમને ટેન્શન હોય કે શું કરું. તેને સ્કૂલમાં મૂકવાની સાથે તમે તેના નામે મજબૂત ઈન્વેસ્ટમેન્ટ પણ કરી શકો છો. વર્ષે પચાસ હજારનું રોકાણ કરો. એટલે દર મહિને 4100 રોકી શકો. સમજોને, તમારે તમારી દીકરી માટે રોજના અંદાજે 136 રુપિયા બચાવવાના છે. જો એટલું રોકાણ કરશો તો મેચ્યોરિટી વખતે દીકરીને 22 લાખ રુપિયા મળશે. ક્યારે અને કઈ રીતે પૈસા બચાવવા અને રોકાણ કરવું એના અંગે અમે તમને ચાલો વિગતે જણાવીએ.
દીકરી માટે થોડી બચત કરો
જો તમારી પાંચ વર્ષની દીકરી કે દીકરો હોય અને પૈસાની થોડી બચત થતી હોય તો તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે અત્યારથી રોકાણ કરવામાં કઈ ખોટું નથી. એના માટે જરાય ટેન્શન લેશો નહીં. તમે પોસ્ટમાં સુકન્યા સમૃદ્ધિ યોજનામાં એકાઉન્ટ ખોલાવી શકો છે. આ એકાઉન્ટમાં તમે વર્ષે જો પચાસ હજારનું રોકાણ કરો તો મેચ્યોરિટી વખતે તમને 22 લાખ રુપિયા મળી શકે છે. આટલી રકમ તમે ચોક્કસ તેના ભવિષ્ય યા લગ્ન માટે અનામત રાખી શકો છો.
મેચ્યોરિટી વખતે જંગી રિટર્ન મળશે
કેન્દ્ર સરકારવતીથી ચલાવાતા આ યોજનામાં રોકાણ કરવાનું સુરક્ષિત માનવામાં આવે છે, જ્યારે ગ્રાહકોને મેચ્યોરિટી વખતે મોટી રકમ મળે છે, જેના પર સરકાર આઠ ટકાના દરે વ્યાજ પણ આપે છે, જેનો લાભ મળે છે. માનો તમારી દીકરી માટે આ વર્ષથી રોકાણ કરો જેમ કે 2024થી તેની શરુઆત કરો.
તો 22 લાખથી વધુ રુપિયા મળી શકે
દર વર્ષે તમારે આ સ્કીમમાં 2039 એટલે પંદર વર્ષ માટે રોકાણ કરવાનું રહે છે. આ સમયગાળા દરમિયાન તમે 7,50,000 રોકાણ કરશો, જ્યારે તેનું વ્યાજ સાથે 14,94,845 મળશે. જ્યારે દીકરી 18 વર્ષની થશે ત્યારે તેના ખાતામાંથી આ જમા રકમ ઉપાડી શકો છો. બીજી બાજુ તમે જ્યારે 2045માં એકાઉન્ટ મેચ્યોર થયા પછી તમને 22,44,845 મળશે.
ટેક્સ ફી યોજના હોવાથી ડબલ ફાયદો
જાણી લો એની સાથે બીજી મહત્ત્વની માહિતી જેમ કે આ સરકારી સ્કીમમાં ખાતું ખોલવા માટે દીકરીની ઉંમર દસ વર્ષથી ઓછી હોવી જોઈએ, જેથી પંદર વર્ષ સુધી તમે પૈસા રોકી શકો. આ જોઈન્ટ ખાતું હોય છે, જેમાં દીકરીની ઉંમર 21 વર્ષની થાય ત્યારે પૈસા ઉપાડી શકો છે. સૌથી મહત્ત્વની છેલ્લી વાત તો તમને આ યોજનામાં મળતા સંપૂર્ણ ટેક્સ ફ્રી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!