44 પ્લેટફોર્મ, 67 ટ્રેક અને 10 વર્ષમાં તૈયાર થયું, જાણો દુનિયાનું લાંબુ રેલવે સ્ટેશન?
સામાન્ય રીતે રેલવે સ્ટેશનની સફરની શરુઆત ક્યારેય ખતમ થતી નથી, પરંતુ તમે એક એવા સ્ટેશનની જાણ છે, જે એક ટૂરિસ્ટ પ્લેસસમાન છે. વાત કરીએ દુનિયાના સૌથી લાંબા રેલવે સ્ટેશનની. દુનિયામાં લાંબા રેલવે સ્ટેશન તરીકે ન્યૂ યોર્ક ગ્રાન્ડ સેન્ટ્રલ ટર્મિનસ જાણીતું બન્યું છે. 44 પ્લેટફોર્મ અને 67 ટ્રેક ધરાવતા ન્યૂ યોર્કના ગ્રાન્ડ સેન્ટ્રલનું નિર્માણ કરવામાં પૂરા દસ વર્ષ લાગ્યા હતા. જાણીએ રેલવે સ્ટેશનનો ઈતિહાસ અને તવારીખ.
ન્યૂ યોર્ક રેલવે સ્ટેશન લાંબુ તો છે જ પરંતુ દુનિયાભરના લોકો માટે આકર્ષણ છે. જોકે, સૌથી મોટી વાત એ છે કે આ સ્ટેશન તૈયાર થયા પૂર્વે જ બીજી ફેબ્રુઆરી, 1913માં જનતા માટે ખોલી દેવામાં આવ્યું હતું. આ સ્ટેશનને જોવા માટે લગભગ એક સદી પૂર્વે દોઢ લાખથી વધુ લોકો પહોંચ્યા હતા, ત્યારથી લઈને આજ સુધી લોકોમાં જોવાનું આકર્ષણ છે.

ન્યૂ યોર્ક ગ્રાન્ડ રેલવે સ્ટેશન તરીકે ઓળખાતા સ્ટેશનમાં 44 પ્લેટફોર્મ છે, જ્યારે 67 રેલવે ટ્રેક છે. આ સ્ટેશનનું નામ પણ ગિનીઝ વર્લ્ડ રેકોર્ડમાં નોંધવામાં આવ્યું છે. સ્ટેશનની બીજી સૌથી મોટી વિશેષતા એ છે કે આ સ્ટેશનમાં બે ટ્રેક અંડરગ્રાઉન્ડ છે. આ સ્ટેશનનો પરિસર 48 એકરમાં ફેલાયેલો છે, જ્યારે આ સ્ટેશન ભવ્ય મહેલ જેવો લાગે છે. વાસ્તુકલા આધારિત આ સ્ટેશનને જોવા માટે દર વર્ષે કરોડો લોકો જોવા આવે છે. ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસો ધરાવતા આ સ્ટેશનને જોઈને તમે પણ દંગ રહી શકો છો.

આ સ્ટેશનના પરિસરમાંથી લગભગ 1.25 લાખ લોકો અવરજવર કરે છે, જ્યારે 660 મેટ્રો નોર્થ ટ્રેન પસાર થાય છે. એટલું જ નહીં, સ્ટેશનના પરિસરમાંથી દર વર્ષે લગભગ 19,000 જેટલી વસ્તુ ગૂમ થાય છે. સ્ટેશનના પરિસરમાંથી ખોવાતી વસ્તુઓને શોધવા માટે પ્રશાસન દ્વારા લોસ્ટ એન્ડ ફાઉન્ડ ઓફિસ પણ બનાવી છે.
ન્યૂ યોર્ક ગ્રાન્ડ સેન્ટ્રલ ટર્મિનલનું આકર્ષણ ફક્ત પ્રવાસીઓ પૂરતું નથી, પરંતુ હોલીવુડની પણ અનેક ફિલ્મોનું શૂટિંગનું લોકેશન પણ છે. અનેક લોકપ્રિય ફિલ્મોનું શૂટિંગ કરવામાં આવ્યું છે, જેથી લોકો ટ્રેન પકડવાને બદલે તેને જોવા માટે લોકો આવે છે. સ્ટેશનનું સૌથી મોટું આકર્ષણ ઓપલ ક્લોક છે, જે પ્રવાસીઓ માટે મીટિંગ પોઈન્ટ ગણાય છે. આ સ્ટેશનના પરિસરમાં એક સિક્રેટ પ્લેટફોર્મ પણ (ટ્રેક 61) છે, જે વોલ્ડોર્ફ એસ્ટોરિયા હોટેલની નીચે છે. આ પ્લેટફોર્મ અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ફ્રેન્કલિન ડી. રુઝવેલ્ટ માટે તૈયાર કરવામાં આવ્યું હતું, જેથી તેઓ હોટેલથી સીધા બહાર જઈ શકે. આ પ્લેટફોર્મ ક્યારેય જાહેર જનતા માટે ઉપયોગ કરવામાં આવ્યું નહોતું.
