February 13, 2026
ટોપ ન્યુઝમુંબઈ

નવી મુંબઈમાં ત્રણ માળીય ઈમારત ધરાશાયી, 52ને સુખરૂપ ઉગારી લેવાયા

Spread the love

નવી મુંબઈ: નવી મુંબઈના બેલાપુર નજીક આવેલા શાહબાઝ ગામમાં શનિવારે વહેલી સવારે એક ઈમારત ધરાશાયી થવાની માહિતી સામે આવી રહી છે. ત્રણ માળની આ ઈમારતમાં ધરાશાયી થતાં અનેક લોકો કાટમાળ નીચે દટાયા હોવાની આશંકા વ્યકત કરાઈ રહી છે.

મળી રહેલી માહિતી અનુસાર અત્યાર સુધી કાટમાળમાંથી ઈમારતના રહેવાસીઓને બહાર કાઢવા માટે હાલ NDRF, પોલીસ, ફાયર બ્રિગેડ અને પાલિકાના અધિકારીઓ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. આ ઘટના સેક્ટર 19, બેલાપુર શાહબાઝ ગામની જણાવવામાં આવી રહી છે.

;

આ દુર્ઘટના અંગે માહિતી આપતા અગ્નિશામક દળના એક અધિકારીએ જણાવ્યું હતું કે અમને સવારે 4.50 વાગ્યે બિલ્ડિંગ ધરાશાયી થવાની માહિતી મળી હતી. માહિતી મળતાં જ, અમારી ટીમ અહીં પહોંચી ગઈ હતી અને કાટમાળમાં અનેક લોકો ફસાયા હોવાની માહિતી મળતા જ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.

નવી મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના એક અધિકારીએ આ બાબતે પ્રસાર માધ્યમો સાથે વાત કરતાં જણાવ્યું હતું કે આ ઈમારતમાં ત્રણ દુકાનો અને 13 ફ્લેટ હતા. અત્યાર સુધીમાં 52 લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે અને જે લોકો હજુ પણ ફસાયેલા છે તેમને બચાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેઓ સુરક્ષિત છે તેમને રેસ્ક્યુ શેલ્ટરમાં મોકલવામાં આવ્યા છે. આ સિવાય ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

અધિકારીએ વધુમાં એવું પણ જણાવ્યું હતું કે આ ઈમારત 10 વર્ષ જૂની હતી અને છે આ દુર્ઘટના કઇ રીતે બની એની તપાસ કરાઇ રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!