July 1, 2025
ટોપ ન્યુઝનેશનલ

25મી જૂનના સંવિધાનની હત્યા દિવસ તરીકે ઉજવવાની કેન્દ્રિય ગૃહ પ્રધાનની જાહેરાત…

Spread the love

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ દ્વારા આજે એક મહત્વની જાહેરાત કરવામાં આવી છે. આ જાહેરાત કરતાં તેમણે જણાવ્યું હતું કે દેશભરમાં દર વર્ષે 25મી જૂનનો દિવસ સંવિધાન હત્યા દિવસ તરીકે ઉજવવામાં આવશે, કારણ કે આ જ દિવસે તત્કાલિન વડા પ્રધાન ઈન્દિરા ગાંધીએ 25મી જૂન 1975માં ભારતમાં અડધી રાત્રે ઈમરજન્સી જાહેર કરી હતી.

કેન્દ્ર સરકાર દ્વારા દેશમાં દર વર્ષે 25મી જૂને સંવિધાન હત્યા દિવસની ઉજવણી અંગે નોટિફિકેશન પણ બહાર પાડવામાં આવ્યું છે. કેન્દ્રિય પ્રધાન અમિત શાહે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એકસ ખુદ નોટિફિકેશનનો ફોટો પણ સોશિયલ મીડિયા પર શેર કર્યો છે.

  • ;

સોશિયલ મીડિયા પર આ અંગે પોસ્ટ કરતા ગૃહ પ્રધાને અમિત શાહે જણાવ્યું હતું કે, 25મી જૂનના 1975ના રોજ તત્કાલીન વડા પ્રધાન ઈન્દિરા ગાંધીએ તાનાશાહી વલણ અપનાવ્યું હતું અને દેશ પર ઈમરજન્સી લાદીને આપણી લોકશાહીની આત્માનું ગળું દબાવી દીધું હતું. આ આપાતકાલીન સમયમાં લાખો લોકોને કોઈ પણ દોષ વિના જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા અને સેન્સરશિપ લાદીને મીડિયાનો અવાજ પણ દબાવી દેવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

ભારત સરકાર દ્વારા દર વર્ષે 25મી જૂનના દિવસને ‘સંવિધાન હત્યા દિવસ’ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે અને 1975ની ઈમરજન્સીની અમાનવીય પીડા સહન કરનારા તમામ લોકોના યોગદાનને યાદ કરવામાં આવશે, એવું પણ તેમણે વધુમાં જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!