June 30, 2025
અજબ ગજબવાંચન વૈવિધ્યમ

24 કેરેટની ગોલ્ડ કોફી? કિંમત સાંભળશો તો…

Spread the love

અત્યારે સોનાના ભાવ આસમાને આંબી રહ્યા છે ત્યારે કોઈ તમને કહે કે ભાઈ ચાલો તમને 24 કેરેટની કોફી પીવડાવીએ તો તમને માનવામાં આવે ખરું? પણ આ હકીકત છે ભાઈસાબ… ચાલો આજે તમને 24 કેરેટની કોફી પણ પીવડાવી જ દઈએ, પણ આ કોફી પીવા માટે આપણે પહોંચી જવું પડશે શેખ લોકોના શહેર ગણાતા દુબઈ ખાતે..
દુબઈની એક સેવન સ્ટાર હોટેલમાં 24 કેરેટની ગોલ્ડ કોફી પીરસવામાં આવે છે અને આ કોફીએ દુનિયાભરના લોકોને ઘેલું લગાવ્યું છે. આ કોફી પોતાના સ્વાદ માટે તો જાણીતી છે જ પણ એની સાથે સાથે જ તેની કિંમતને કારણે પણ એકદમ ફેમસ છે. આ ખાસ સ્પેશિયલ કોફીનું નામ છે ગોલ્ડ કેપેચિનો અને આ સોનેરી કોફી પીવાનો લ્હાવો કોફી લવર્સ માટે પણ સોનેરી તક સમાન છે… આ કોફીની કિંમત વિશે વાત કરીએ તો કે 400 અરબ અમીરાત દિરહામ એટલે જો આને ભારતીય પૈસામાં કન્વર્ટ કરીએ તો આશરે 9000 રૂપિયા…
આ કિંમત ભલે એક કપ કોફી માટે વધારે પડતી હોય પણ દુબઈની લક્ઝરી હોટેલમાં બેસીને 24 કેરેટની ગોલ્ડ કોફી પીવાનો અનુભવ મિત્રો કે કુટુંબીઓ સાથે શેર કરવો હોય તો ભાઈ આટલી કિંમત તો ચૂકવવી જ પડશે.
હાલમાં જ એક ઈન્સ્ટાગ્રામ યુઝરે આ 24 કેરેટની ગોલ્ડ કોપી પીવાનો પોતાનો અનુભવ શેર કરતો એક વીડિયો શેર કર્યો હતો અને તે સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાઈરલ થવા લાગ્યો હતો. આ વીડિયો યુઝરે કોફી પીવાના પોતાના અનુભવ વિશે વાત કરતાં જણાવ્યું હતું કે કોફીનો સ્વાદ તો નોર્મલ કોફી જેવો સામાન્ય હતો પણ એની કિંમત એટલી જ અસામાન્ય છે.


જો તમે પણ આવો જ અનોખો અનુભવ કરવા માંગતા હોવ તો હવે જ્યારે પણ દુબઈ જાવ ત્યારે ચોક્કસ જ આ ગોલ્ડ કેપેચ્યુનો કોફી ચોક્કસ ટ્રાય કરજો અને તમારા અનુભવ શેર કરજો…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!