Instagram પર રીલ બનાવવા માટે છોકરાએ 100 ફૂટની ઊંચાઈ પરથી લગાવી છલાંગ…
રાંચી: મોબાઇલ પછીના હવે લોકો રીલ યુગમાં દોટ મૂકી રહ્યા છે. હરવા ફરવાનું હોય કે મોજ શોખ માટે હવે રીલ બનાવવાની લત નાના મોટાની સાથે યુવાઓને લાગી છે. રીલ બનવાના ચકકરમાં લોકો હવે જીવને જોખમમાં મૂકાય તોય મૂકી દે છે. તાજેતરમાં ઝારખંડમાં એક યુવકે 100 ફૂટ ઉપરથી નીચે પાણીમાં છલાંગ લગાવી પણ એની સાથે રીલ બનવવાના ચસ્કાને કારણે મોતને વહોરી લીધું હતું.
ઝારખંડના સાહેબગંજ ખાતે એક ચોકાવનારી ઘટના બની હતી, જ્યાં 18 વર્ષના એક છોકરાએ ઈન્સ્ટાગ્રામ પર રીલ બનાવવાના ચક્કરમાં 100 ફૂટ પરથી નીચે પાણીમાં છલાંગ લગાવી પણ એમાં નિષ્ફળ રહ્યો અને અંતે મોતને ભેટયો હતો અને એના મૃતદેહને શોધવામાં ફાયર બ્રિગેડને કલાકો લાગ્યા હતા. જીરવાવાડી વિસ્તારમાં બનેલી દુર્ઘટના સોમવારે બની હતી.તૌફીક નામનો યુવકે કરરમ પહાડ નજીકના પાણીના તળાવમાં ડૂબકી હતી. જોકે એની ઊંચાઈ લગભગ 100 ફૂટ હતી અને એટલી ઊંચાઈ પરથી જમ્પ્પ મારવાને કારણે મોતને ભેટયો હતો. આ અકસ્માત પછી યુવકને શોધવામાં કલાકો લાગ્યા હતા. પોતાના દોસ્તો સાથે શરત લગાવવાના ચક્કરમાં યુવકે જીવ ગુમાવ્યો અને વાસ્તવમાં રીલ બનાવવાનો હતો. એનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ મુદ્દે સ્થાનિક પોલીસ પ્રશાસન દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
રીલ બનાવવાના ચક્કરમાં યુવકે જીવ ગુમાવ્યા પછી એનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર જોરદાર વાઈરલ થયા પછી લોકોના હોશ ઉડી ગયા હતા. વાઈરલ વીડિયોમાં યુવક પાણીમાં જમ્પ કરતો જોવા મળે છે, જ્યારે તેનો દોસ્ત પણ જમ્પ મારવાની હરકતને રેકોર્ડ પણ કરે છે, પરંતુ પાણીમાં કૂદકો માર્યા પછી જેવો તરવા જાય છે, ત્યાર બાદ ડૂબે છે.
આ અગાઉ બિહારના પરબત્તા ખાતેની ગંગા ઘાટ પર શનિવારે રીલ બનાવવાના ચક્કરમાં છ યુવક ડૂબ્યા હતા, જેમાં ચાર યુવક ગુમ થવાની સાથે એક યુવકનું મોત થયું હતું.