SAD NEWS: દક્ષિણ કોરિયામાં પ્લેન ક્રેશમાં 179 પ્રવાસીનાં મોતની શંકા
સિયોલઃ દક્ષિણ કોરિયાના મુઆન ઈન્ટરનેશનલ એરપોર્ટ પર એક મોટી વિમાન અકસ્માતની ઘટના ઘટી છે. રન-વે પર પ્લેન લેન્ડિંગ વખતે મોટી દુર્ઘટના ઘટી. એરપોર્ટ પર જેજુ એરલાઈન્સના વિમાનને અકસ્માતનો ભોગ બન્યું હતું, જેમાં 179 પ્રવાસીનાં મોત થયા છે. આ અકસ્માત પછી પ્રશાસન દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી.
કહેવયા છે કે લેન્ડિંગ વખતે વિમાન રન-વે પર સ્કિડ થયું હતું, પરિણામે પ્લેન (જેજુ ફ્લાઈટ 2216) એરપોર્ટની ફેન્સિંગ વોલ સાથે ટકારાયું હતું. આ અકસ્માતનો પણ એક વીડિયો વાઈરલ થયો છે. વીડિયોમાં સ્પષ્ટ જોવા મળે છે કે જેજુ એરલાઈનનું આ વિમાન એરપોર્ટ પર સ્કિડ થયું હતું. વાઈરલ વીડિયોમાં જોવા મળ્યું હતં કે વિમાન એરપોર્ટ પર સ્કિડ થયા પછી ફેન્સિંગ વોલ સાથે ટકરાયું હતું. ત્યાર બાદ મોટા વિસ્ફોટ સાથે આગના ગોળામાં લપેટાઈ ગયું હતું. આ અકસ્માત એટલો ભયાનક જોવા મળ્યો હતો કે એરપોર્ટ પરિસરમાં આગના કાળા ધુમાડા ફેલાઈ ગયા હતા.
BREAKING: Video shows crash of Jeju Air Flight 2216 in South Korea. 181 people on board pic.twitter.com/9rQUC0Yxt8
— BNO News (@BNONews) December 29, 2024
પ્રાથમિક માહિતી અનુસાર લેન્ડિંગ ગિયરમાં ખરાબીને કારણે વિમાનને અકસ્માત નડ્યો છે. વિમાનમાં 175 પ્રવાસી સહિત છ ક્રૂ મેમ્બર સવાર હતા. આ વિમાન કૂલ મળીને 181 લોકોને લઈને બેંગકોકથી પરત ફરી રહ્યું હતું ત્યારે અકસ્માતનો શિકાર બન્યું.
મુઆન એરપોર્ટ પર આ અકસ્માત સર્જાયો હતો, જે સિયોલથી લગભગ 290 કિલોમીટરના અંતરે છે. દક્ષિણ કોરિયાની નેશનલ ફાયર બ્રિગેડ એજન્સીએ જણાવ્યું હતું કે બચાવ કામગીરી કરનારી ટીમે બે લોકોને વિમાનના કાટમાળમાંથી સુરક્ષિત બહાર કાઢ્યા હતા. આ અકસમાતમાં 45 મહિલા સહિત કૂલ 85 લોકો માર્યા ગયા છે. આ અકસ્માત પછી વિમાનમાં લાગેલી આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. બચાવ કામગીરી માટે ફાયર બ્રિગેડની 32 ગાડી સહિત હેલિકોપ્ટરની મદદ લેવામાં આવી હતી.
આ અકસ્માત સ્થાનિક સમયાનુસાર સવારે નવ વાગ્યાના સુમારે બન્યો હતો. વિમાન બેંગકોકથી પરત ફરી રહ્યું હતું ત્યારે દુર્ઘટના ઘટી હતી. દક્ષિણ કોરિયાના ઈતિહાસમાં બનેલી સૌથી ખરાબ દુર્ઘટના પૈકીની આજે ઘટી હતી. આ ફ્લાઈટમાં થાઈલેન્ડના બે પ્રવાસી પણ હતા, જે અંગે થાઈલેન્ડના વડા પ્રધાન પેતોંગર્તાન શિનવાત્રાએ સોશિયલ મીડિયા પર શોક વ્યક્ત કર્યો હતો.
અઝરબૈઝાન એરલાઈનનું વિમાન પ્લેન ક્રેશ થયું હતું
દક્ષિણ કોરિયામાં પ્લેન ક્રેશના અકસ્માત પૂર્વે ગયા અઠવાડિયા દરમિયાન કઝાકિસ્તાનના અક્તૌની નજીક અઝરબૈઝાન એરલાઈનનું વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. આ દુર્ઘટનામાં 67 લોકોમાંથી 38 જણનાં મોત થયા હતા. આ અકસ્માત નહીં, રશિયન એરફોર્સની ભૂલ હોવાનું રાષ્ટ્રપતિએ સ્વીકાર્યું હતું. વ્લાદિમીર પુતિને માફી પણ માગી હતી. જોકે, દક્ષિણ કોરિયા અને ઉત્તર કોરિયા વચ્ચે પણ સંઘર્ષ ચાલી રહ્યો છે ત્યારે હવે આ અકસ્માત અંગે પણ શંકા કરવામાં આવી રહી છે.