બે વર્ષમાં પાકિસ્તાનમાં ભારત વિરોધી 16 આતંકવાદીનો ખાતમો
ઇસ્લામાબાદ: પાકિસ્તાનમાં છેલ્લા બે વર્ષથી એક પછી એક આતંકવાદીને મારવામાં આવી રહ્યા છે. જાણકાર સૂત્રો અનુસાર, આ તમામ આતંકવાદીઓ એવા હતા જેમણે ભારત વિરુદ્ધ હુમલાઓ કરવા માટે ષડયંત્ર રચ્યા હતા અને લાંબા સમયથી પાકિસ્તાનમાં શરણ લીધું હતું. પઠાણકોટથી લઇ કાશ્મીર સુધીના અનેક હુમલાઓમાં સામેલ આ દુશ્મનો પાકિસ્તાનમાં સુરક્ષિત જીવન જીવી રહ્યા હતા, જેમાં પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં લશ્કર એ તૈયબાના પ્રમુખ રાજુલ્લા નિજામની ઉર્ફે અબુ સૈફુલ્લાહને મોતને ઘાટ ઉતારવામાં આવ્યો છે, જે નાગપુરમાં આરએસએસના હેડ ક્વાર્ટર પરના હુમલોના માસ્ટરમાઈન્ડ હતો.
2006માં નાગપુરમાં આરએસએસના હેડ ક્વાર્ટર પરના હુમલાખોર હતો, જેને અજાણ્યા હુમલાખોરોએ ગોળી મારીની હત્યા કરી હતી. નેપાળમાં લશ્કરના મોડ્યુલ પર કામ કરતો હતો. જેનું કામ ફાઈનાન્સિંગ, ભરતી અને લોજિસ્ટિક્સનું હતું. સૈફુલ્લા આતંકવાદીઓને ભારતમાં ઘૂસણખોરી કરવા અને પૈસાની મદદ કરવાનું કામ કરતો હતો. છેલ્લા બે વર્ષની પેટર્ન પ્રમાણે જોવામાં આવે તો 16 આતંકવાદીને અજાણ્યા લોકોએ જ માર્યા છે.
સૈફુલ્લાની વાત કરવામાં આવે તો આરએસએસના હેડ ક્વાર્ટર પરના હુમલા સિવાય 2002માં સીઆરપીએફના કેમ્પ પર હુમલા સિવાય આઈઆઈએસસી બેંગલુરુના હુમલો કરવામાં તેનું નામ હતું. સૈફુલ્લા (પાકિસ્તાનના સિંધ સ્થિત માતલી) પોતાના ઘરની બહાર નીકળી રહ્યો હતો ત્યારે અજાણ્યા બંદૂકધારીએ તેના પર ગોળીબાર કરતા મોત થયું હતું.
સૈફુલ્લાના માફક અગાઉ માર્ચ, 2025માં 26-11 મુંબઈના આતંકવાદી હુમલાનો માસ્ટરમાઈન્ડ હાફીઝ સઈદના સંબંધી નદીમ ઉર્ફે અબુ કતાલ, મૌલાના કાશિફ અલી, મુફતી શાહ મીર, રહીમ ઉલ્લાહ તારીક, અકરમ ગાઝી, ખ્વાજા શાહિદ, મૌલાના જિયા-ઉર રહમાન, કારી એજાજ આબિદ, દાઉદ મલિક, અદનાન અહમદ, બશીર અહમદ પીર, જહુર ઈબ્રાહિમ, મેજર દાનિયાલ, રિયાઝ અહમદ, પરમજીત સિંહ પંજવારનો સમાવેશ થાય છે.
સૂત્રોએ જણાવ્યુ કે, મોટા ભાગના આતંકીને ડ્રોન હુમલાઓ, ત્રાસદાયક વિસ્ફોટો અને અચાનક ગોળીબારના જથ્થાઓ દ્વારા નિશાન બનાવવામાં આવ્યા છે. ઘણી કાર્યવાહી એટલી નિપુણતાપૂર્વક કરવામાં આવી કે સ્થાનિક સુરક્ષા એજન્સીઓને પણ શંકા ન ગઈ. ભારત સરકારે આ અંગે સત્તાવાર રીતે કોઇ નિવેદન આપ્યું નથી, પણ રક્ષા મંત્રાલયના નિકટના સૂત્રોએ આ પ્રકારની કાર્યવાહી “રાષ્ટ્રીય સુરક્ષા માટે જરૂરી” હોવાનું માનીને સમર્થન આપ્યું છે.