February 10, 2026
રમત ગમત

ક્રિકેટ ઇતિહાસમાં રચાયો નવો વિક્રમ 12 બોલમાં 61 રન ફટકારીને ઓસ્ટ્રિયા જીત્યું

Spread the love

ટવેન્ટી-20 ફોર્મેટના માફક 10-ટેન ફોર્મેટમાં રોમાનિયા અને ઓસ્ટ્રિયા વચ્ચે મેચ રમાઈ હતી, જેમાં 14 જુલાઈના રમાયેલી મેચમાં કંઈક નવો ઈતિહાસ રચાયો હતો. ક્રિકેટ ઈતિહાસના યાદગાર ઐતિહાસિક મુકાબલા પૈકી આ બંને દેશ વચ્ચેની ક્રિકેટ ટીમે નવો વિક્રમ બનાવ્યો હતો.
14મી જુલાઈના રોમાનિયા અને ઓસ્ટ્રિયા વચ્ચે ઈસીઆઈ 10 સિરીઝ મેચ રમાઈ હતી, જે મેચમાં ઓસ્ટ્રિયાની ટીમે 12 બોલમાં 61 રન બનાવીને અવિશ્વસનીય મેચ જીતીને નવો રેકોર્ડ બનાવ્યો છે. પહેલી બેટિંગમાં આવેલી રોમાનિયાની ટીમે 10 ઓવરમાં એક વિકેટે 167 રન ફટકાર્યા હતા. પડકારજનક સ્કોર કરવા આવેલી ઓસ્ટ્રિયાની ટીમ 47 બોલમાં 10 ચોગ્ગા અને પાંચ છગ્ગાની મદદથી 104 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રિયાની ટીમની શરુઆત સારી રહી નહોતી. આઠ ઓવરમાં ત્રણ વિકેટે 107 રન બનાવ્યા હતા. છેલ્લે 12 બોલમાં 61 રન બનાવવાના હતા, જે અશક્ય ટાર્ગેટને પાર કરીને નવો ઈતિહાસ રચ્યો હતો. ઓસ્ટ્રિયાના બેટરોએ હાર નહીં માનીને નવમી ઓવરમાં અકીબ ઈકબાલના નામના બેટરે બેટિંગ કરતા છ સિક્સર ફટકારીને 41 રન બનાવ્યા હતા, જ્યારે 10મી ઓવરમાં 20 રન લઈને મેચ જીત્યા હતા. ઈમરાન આસિફે પહેલા જ બોલમાં સિકસર મારીને ઓસ્ટ્રિયા શાનદાર મેચ જીત્યું હતું. મેચ જીત્યા પછી સોશિયલ મીડિયા પર પણ વીડિયો વાઈરલ થયો હતો. આ વીડિયો અંગે ક્રિકેટપ્રેમીઓએ પ્રતિક્રિયા આપી હતી.


ઓસ્ટ્રિયા અને રોમાનિયા વચ્ચેની મેચ ઐતિહાસિક રહી હતી. ઓસ્ટ્રિયાઈ ટીમે 12 બોલમાં 61 રન ફટકારીને અશક્ય મેચ જીતી ગયું હતું. ક્રિકેટ મેચના ઈતિહાસમાં કદાચ પહેલી વખત કોઈ ટીમે 12 બોલમાં 61 રન બનાવીને મેચ જીત્યાનો રેકોર્ડ નોંધાવ્યો છે. ઓસ્ટ્રિયા માટે આ મેચનું વિશેષ મહત્ત્વ હતું, કારણ કે પહેલી વખત ઈસીઆઈ 10 સિરીઝમાં મેચ જીત્યું હતું. આ જીત પછી ઓસ્ટ્રિયાની ટીમ પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને પહોંચી છે. હવે એ પણ જોવાનું રહેશે કે ઓસ્ટ્રિયા આ પ્રદર્શન આગામી મેચમાં જાળવી રાખે છે કે નહીં, કારણ એક તબક્કે હારની બાજી જીતીને ક્રિકેટ ઈતિહાસની આ ફોર્મેટમાં પોતાના નામે નવો વિક્રમ નોંધાવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!