February 11, 2026
મનોરંજન

Legend Singer Mukesh Special: હીરો બનવા આવ્યા હતા, પણ…

Spread the love

legend singer Mukesh
બોલીવુડમાં અભિનેતા અને અભિનેત્રીઓના કંઠમાં ગયાવેલા ગીતો સૌકોઈને યાદ હશે, પરંતુ પડદા પાછળના ગાયકોએ એ ગીતો ગાઈને કલાકારોના અભિનયમાં પ્રાણ પૂર્યા હતા. 70-80-90ના દાયકાની ફિલ્મો, સંગીતે જાદુ કર્યો હતો, જે આજે પણ અકબંધ છે. આ સિંગર પૈકી એક મહાન ગાયક મુકેશ પણ હતા. સિંગર મુકેશની બીજી ઓળખ રાજ કપૂર પણ કહેવાતા. મુકેશ એટલા બધા લોકપ્રિય હતા કે તેમના નિધન વખતે રીતસર રાજ કપૂર રડી પડ્યા હતા અને મારો અવાજ ગયો એવું નિવેદન આપ્યું હતું.
ખેર, આજે એ સદાબહાર ગાયક મુકેશની 101મો જન્મદિવસ છે. મુકેશે સૌથી વધુ ગીતો પણ રાજ કપૂર માટે ગાયા હતા. તેમના કંઠે ગવાયેલા લોકપ્રિય ગીતોની વાત કરીએ તો દોસ્ત દોસ્ત ના રહા, જીના યહાં મરના યહાં, સજન રે ઝૂઠ મત બોલો, કહતા હૈ જોકર, દુનિયા બનાને વાલે, આવારા હું, મેરા જુતા હૈ જાપાની વગેરેનો સમાવેશ થાય છે.
ગ્રેટ શો મેન રાજ કપૂર સિવાય પોતાના જમાનાના જાણીતા કલાકારો માટે પણ ગીતો ગાયા હતા, જેમાં દિલીપ કુમાર, દેવાનાંદ, અશોક કુમાર, ધર્મેન્દ્ર, રાજેશ ખન્ના, અમિતાભ બચ્ચન સહિત અનેક કલાકારોનો સમાવેશ થાય છે. દિલ્હીમાં 22 જુલાઈ 1923ના જન્મેલા મુકેશનું પૂરું નામ મુકેશ ચાંદ માથુર હતું. ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં હીરો બનવા આવ્યા હતા, પરંતુ ગાયક બની ગયા. ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં તેમણે નિર્દોષ, માશુકા અને અનુરાગ ફિલ્મમાં કામ કર્યું હતું. આ ફિલ્મો સુપર ફ્લોપ રહી હતી. આ ત્રણેય ફિલ્મ ફ્લોપ રહ્યા પછી તેમને ફિલ્મોમાં કામ કરવાનું વિચાર્યું નહીં.
ફિલ્મોમાં અભિનય કરવાનું કામ પડતું મૂકીને મુકેશે પહેલી નજર ફિલ્મમાં ગીત ગાયું અને તેમના જમાના જાણીતા ગાયક સાયગલના અવાજમાં દિલ જલતા હૈ તો જલને દે ગાયું અને પહેલું ગીત સુપરહીટ રહ્યું. 1949 મુકેશની જિંદગીનો ટર્નિંગ પોઈન્ટ હતો. મહેબૂબ ખાનની અંદાજ અને રાજ કપૂરની બરસાત ફિલ્મમાં જે ગીતો ગાયા એ સુપર-ડુપર હીટ રહ્યા. મુકેશે જે ગીતો ગાયા હતા એ 1949ના વર્ષના રેડિયોના ટોપ રેન્કમાં રહ્યા હતા.
લેજન્ડ ગાયક મુકેશ માટે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં નામ ઊભું કરવા માટે જાણીતા કલાકાર મોતીલાલનો મોટો હાથ હતો. મુંબઈમાં આશરો આપ્યા પછી ઈન્ડસ્ટ્રીમાં નામ કમાવવા માટે મોતીલાલે કોન્ટેક્ટ આપ્યા, જ્યારે સંગીતની તાલીમ પંડિત જગન્નાથ પ્રસાદ લીધી હતી અને આ તાલીમ મુકેશના જીવનમાં સફળ રહી. 1949 પછી પાછું વળીને જોયું નહોતું. 1974માં નેશનલ એવોર્ડ પણ મળ્યો અને રજનીગંધા ફિલ્મના શબ્દો કંઈક આવા હતા કે કઈ બાર યુ હી દેખા હૈ, યે જો મન કી સીમા રેખા. આ ગીત સલીલ ચૌધરીએ કમ્પોઝ કર્યું હતું.
મુકેશના ચાહક રાજ કપૂર સહિત ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી બીએસ ચંદ્રશેખર મોટા શોખીન હતા. યુએસએની ટૂર પર હતા ત્યારે મુકેશજીનું 53 વર્ષની વયે નિધન થયું હતું. હાર્ટ એટેકને કારણે તેમનું મોત થવાથી ઈન્ડ્સ્ટ્રી આખી શોકમાં ગરકાવ થઈ ગઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!