July 1, 2025
ટોપ ન્યુઝ

292 Vs 235: આજથી સંસદમાં 10 દિવસનું સત્ર શરુ, મોદી સરકાર માટે કપરા ચઢાણ

Spread the love

નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણીના પરિણામો પછી સંસદનું ચિત્ર અમુક અંશે બદલાયેલું જોવા મળશે. સત્તાધારી ભારતીય જનતા પાર્ટીની આગેવાની હેઠળની એનડીએ થોડી નબળી અને કોંગ્રેસની આગેવાની હેઠળનું ઈન્ડિ ગઠબંધન વધુ મજબૂત બન્યું છે. ચૂંટણીના પરિણામોમાં એનડીએને 292 બેઠક પર જીત મળીને સરકાર બનાવી હતી, જ્યારે ઈન્ડિ ગઠબંધનને 235 બેઠક મળીને મજબૂતાઈ મેળવી છે. 99 સીટ જીત મેળવીને કોંગ્રેસ અત્યારે જનતાના પ્રશ્નોના જોરે સરકારને સાણસામાં લેવાના તમામ શસ્ત્રો તૈયાર કર્યા છે. આજથી 10 દિવસનું સંસદીય સત્ર શરુ થશે ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધીનો આમનો સામનો થશે. આ ઉપરાંત, કોંગ્રેસના પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે, કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને રાજ્યસભાના સાંસદ સોનિયા ગાંધી સહિત સાથી પક્ષના સાંસદોનો સામનો કરવાનો રહેશે.
10 દિવસમાં આઠ બેઠક થશે, જ્યારે 26મી જૂને લોકસભાના સ્પીકરની ચૂંટણી યોજવામાં આવશે. આજથી શરુ થનારા સંસદીય સત્રમાં નીટ પેપર લીક, અગ્નિવીર અને મોંઘવારી મુદ્દે ઈન્ડિ ગઠબંધનના પક્ષો આક્રમક તેવર બતાવી શકે છે. અગાઉની બે ચૂંટણીની તુલનામાં 2024ની ચૂંટણીમાં કોંગ્રેસની આગેવાની હેઠળનું ગઠબંધન વધુ મજબૂત બન્યું છે.
આ વખતે નરેન્દ્ર મોદી માટે સરકાર ચલાવવાનું મુશ્કેલ બની શકે છે. પોતાના પ્રધાનોને અંકુશમાં રાખવાની સાથે વિપક્ષ નેતાઓને કઈ રીતે સાથે રાખીને ચાલી શકાય એનો પણ રસ્તો કાઢવાનો રહેશે. એકહથ્થું સત્તા અને સરકારને ચલાવવા માટે મહત્ત્વના નિર્ણયો લેવા માટે પણ વિપક્ષને સાથે રાખવામાં આવ્યો તો સરકાર ચલાવવાનું મુશ્કેલ નહીં બને. નહીં તો 292 અને 235 વચ્ચેનું અંતર વધુ નથી. ઈન્ડિ ગઠબંધન ગમે ત્યારે સરકારને ટક્કર આપી શકે છે અને સરકારને ઉથલાવવાના પ્રયાસો કરશે એ વાતમાં પણ શંકા નથી.
મોદીએ સરકાર બનાવી ત્યારથી દેશમાં નીટ પેપર લીક પ્રકરણ, અગ્નિવીર યોજના સહિત મોંઘવારી વગેરે મુદ્દે કોંગ્રેસ અને સાથી પક્ષોએ આક્રમક તેવર બતાવ્યા છે. નીટ પેપર લીક સહિત અન્ય મહત્ત્વની પરીક્ષાના પેપર લીક થવા મુદ્દે કોંગ્રેસે અગાઉ દેશભરમાં વિરોધ પ્રદર્શન કરી ચૂક્યું છે.
આ મુદ્દે કોંગ્રેસના નેતા પવન ખેડાએ એટલે સુધી કહ્યું હતું કે હવે સરકાર ચલાવવાનું નરેન્દ્ર મોદીજીના વશની વાત નથી, કારણ કે વિપક્ષો તેમના નાકમાં દમ કરી નાખશે. અમારી રણનીતિ ટૂંક સમયમાં તમને જોવા મળશે.
અહીં એ જણાવવાનું કે આજથી શરુ થનારું સંસદીય સત્ર દસ દિવસ સુધી ચાલશે. 24 જૂનથી ત્રીજી જુલાઈ સુધીના સત્રમાં આઠ બેઠક થશે, જ્યારે બે દિવસ રજાના રહેશે. 26 જૂને સ્પીકરની ચૂંટણી અને 27મી જૂનના રાજ્યસભાનું સત્ર શરુ થશે અને રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ સંબોધશે, ત્યારબાદ રાષ્ટ્રપતિના સંબોધન પર ચર્ચા થશે. બીજી જુલાઈના વડા પ્રધાન નરેન્દ્ર મોદી લોકસભા તથા ત્રીજી જુલાઈના રાજ્યસભાને સંબોધી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!