માઘ પૂર્ણિમાથી શરુ થશે આ રાશિના જાતકોના અચ્છે દિન, જોઈ લો તમારી રાશિ તો નથી ને…
સનાતન ધર્મમાં અમુક તિથિઓનું ખાસ મહત્ત્વ જણાવવામાં આવ્યું છે અને 12મી ફેબ્રુઆરીના આવો જ એક મહત્ત્વની તિથિ આવી રહી છે. માઘ મહિનાની પૂર્ણિમા આ દિવસે પડી રહી છે. શાસ્ત્રોમાં માઘ મહિનાની પૂર્ણિમાનું ખાસ મહત્ત્વ જણાવવામાં આવ્યું છે.
આ વખતની માઘ મહિનાની પૂર્ણિમા પર સૌભાગ્ય અને શોભનન યોગનું નિર્માણ થઈ રહ્યું છે. જ્યોતિષાચાર્યના જણાવ્યા અનુસાર આ વખતની માઘ મહિનાની પૂર્ણિમા ખૂબ જ ખાસ રહેવાનો છે. આ પૂર્ણિમા કેટલીક રાશિના જાતકો માટે શુભ રહેવાનો છે. ચાલો જોઈએ કઈ છે ભાગ્યશાળી રાશિઓ-
માઘ પૂર્ણિમાનો દિવસ અમુક રાશિના જાતકો માટે ખૂબ જ ભાગ્યશાળી રહેશે. આ દિવસે બની રહેલો દુર્લભ સંયોગ ત્રણ રાશિના જાતકો માટે ખૂબ જ લાભદાયી રહેવાનો છે, શુભ પરિણામ મળી રહ્યા છે.
મેષઃ મેષ રાશિના જાતકો માટે આ સમયગાળો પ્રોપર્ટીમાં રોકાણ કરવા માટે સારો રહેશે. આ સમય મેષ રાશિના જાતકો માટે અનુકૂળ રહેવાનો છે. ધનધાન્યની પ્રાપ્તિ સારા સારા અવસર લઈને આવશે. કરિયરમાં કોઈ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હતો તો તેનો પણ ઉકેલ આવી રહ્યો છે. નોકરી શોધી રહેલા લોકોને આ સમયે કોઈ સારી નોકરી મળી શકે છે.
કર્કઃ કર્ક રાશિના જાતકો માટે માઘ પૂર્ણિમાથી સારો સમય શરૂ થઈ રહ્યો છે. પદ-પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે. પરિવારમાં હસી ખુશીનો માહોલ રહેશે. આ સમયે તમને કોઈ સારા સમાચાર સાંભળવા મળશે. નોકરીના સ્થળે પ્રમોશન વગેરે થશે.
કન્યાઃ કન્યા રાશિના જાતકોને આ સમયે કોઈ રોકાણથી સારો લાભ મળી રહ્યો છે. નવું કામ કે વ્યવસાય શરૂ કરવાનું વિચારી રહેલાં લોકો માટે આ સમય અનુકૂળ રહેશે. પૈસા બચાવવામાં સફળતા મળશે. વિદેશમાં ભણવા કે વસવાનું સપનું જોઈ રહેલાં લોકો માટે આ સમયગાળો અનુકૂળ રહેવાનો રહેશે. કોઈ સારા સમાચાર સાંભળવા મળશે.